જવાબદારી અને જીમ્મેદારી

જવાબદારી અને જીમ્મેદારી બંને એકજ બાબત છે કે અલગ અલગ બાબતો?
કદાચ જ્યાં જવાબ આપીને પૂરું થઇ જાય એને જવાબદારી કહેવાય. અને જયા કામ કર્યા વગર છુટકારો ના મળે એને જીમ્મેદારી કહેવાતી હશે.
જવાબ આપવો સહેલો છે પણ કામ કરવું અઘરું છે. જવાબમાં કાલ્પનિકતાને સ્થાન છે પણ કામમાં આવડત અને પૂરી જાણકારી વગર મુક્તિ મળતી નથી.
આપણને નાનપણથી અલગ અલગ પરીક્ષાઓ થકી, અલગ અલગ વિષયોના પ્રશ્નોના જવાબ આપતા શીખવવામા આવે છે. અને એટલેજ આપણે સારા જવાબ આપી શકિએ છીએ. પણ આપણને નાનપણથી કામ કરવા દેવામાં કાં તો સોપાતું નથી કાં શિખવાડવામા આવતું નથી, કાં આપણને ગમતું નથી અથવાતો આપણને એમા કોઇ સહયોગજ મળતો નથી. અને કદાચ એટલેજ મોટાભાગના આપણને કામ કરતા આવડતું નથી.
કામ કેમ કરીને પતે. કેમ કરીને એનાથી મુક્ત થવાય અને આપણે નવરા પડીએ. બસ આમાંજ મન પરોવાયેલુ હોય છે. જે પણ આપણને સારી રીતે કામ કરવા દેતું નથી.
આપણી આજ રહેણી કરણીનો આપણને અભ્યાસ થઇ ગયો છે. બીજાના સહયોગ વગર આપણે કોઇ કામ કરી શકતા નથી અને બીજાના કામમાં આપણે કોઇ સહયોગ આપતા પણ નથી. બધા બસ પોતાનું પત્યું એટલે ચાલવા મંડે. પરીક્ષા પૂરી થઇ એટલે જતા રહેવાનું. બસ એટલુજ આપણને ભણાવવામા આવે છે.
કદાચ એટલે આપણે એક ઘડીએ જવાબદારી લઇ લઇએ છિએ પણ જીમ્મેદારી લેતા નથી. જવાબદારી પણ આપણે આપણી કુતૂહલ વૃત્તિ કે સમાજમાં સારા લાગવા લઇએ છિએ. બાકી નહી. પણ જીમ્મેદારી આપણે કોઇ કાળે લેતા નથી. એ આપણને આપવામા આવે છે. અને આપણે મને કે કમને લેવી પડે છે.
અને લગભગ એટલેજ આપણે માનસિક બંધનનો અનુભવ કરીએ છિએ. આપણી યોગ્યતા કરતા વધારે વજનવાળી વસ્તુ આપણને ભાર જેવી લાગે છે.
પણ અહીયા શું ભાર મુકી દઇને આખુ જીવન કામ કર્યા વગર પસાર કરવાનું યોગ્ય છે? કે ક્ષમતા વધારીને કામ પૂરું કરવાનું જરુરી છે?
અહીં મોટાભાગ ના આપણે એવા તર્કો આપીએ છિએ કે એ તો બીજા કરે આપણે શું. આપણી એકલાની ઓછી જવાબદારી છે. વગેરે વગેરે.. અને જાતજાતના તર્કો કુતર્કો કરીને કેમ કરીને જવાબદારી ટળે બસ અેનાજ પ્રયાસોમાં મન ગણતરીઓ કર્યા કરે છે. અને આ નાસી જવાની આવડતને આપણે હોશિયારી કહીએ છિએ. અને જેને આ હોશિયારી આવડે એને સમજણો માણસ માનીએ છિએ. અને જે કામ કરે છે એને સમજણ વગરનો.
ખરું છે. હોશિયારીમાં આપણી બુદ્ધિ ચાલતીજ નથી.
એક બાળક જેમ મનમાની કરે અને સમજેજ નઇ. એમ આપણે તર્કો વિતર્કો કરતાજ રહીએ છિએ. ના સમજીએ છિએ. ના સ્વીકારીએ છિએ. અને એટલેજ આપણે જવાબદાર તો બની જઇએ છિએ પણ જીમ્મેદાર થતા નથી.
જો જોઇ શકો તો જુઓ કે જવાબદારીમાંથી ભાગી જવું એ મુક્તિનો માર્ગ નથી. પણ લાયકાત વધારીને જવાબદારી પૂરી કરવાથીજ મુક્તિ મળે છે. એના સિવાયના બધા રસ્તા અધ:પતનના માર્ગો છે. જે એકંદરે આપણા દુ:ખને વધારવાનું કામ કરે છે.
જો સુખી થવું હોય તો  તપ, પરીશ્રમ, યોગ, ધ્યાન, અને સ્વિકૃતિની ભવના આવષ્યક છે. એના વગર ના તો સુખ મળે છે કે ના તો મુક્તિ મળતી.

Comments

Popular Posts